ટંકારા : ટંકારા તાલુકામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તારીખ 6 સપ્ટેમ્બરના રોજ ગણપતિ મહોત્સવની પૂર્ણાહૂતિની સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટંકારા મામલતદાર પી.એન. ગોર દ્વારા ગણેશ મહોત્સવના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરને જાણ કરી છે.મામલતદારે સૂચના આપી છે કે, ગણપતિ વિસર્જન માટે પોલીસ ઈન્સ્પેક્ટર ટંકાર સાથે પરામર્શ કરી મૂર્તિઓ વિસર્જન માટેના સ્થળ સુનિશ્ચિત કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વિસર્જન અંગેના નિયત કરેલા સ્થળોએ વિસર્જન થાય તેની તકેદારી રાખવી. સરઘસની જેઓને મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ શાંતિપૂર્ણ રીતે સરઘસ યોજાય તે અંગે પગલાં ભરવા