ટંકારા : ટંકારા મામલતદાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે આરોગ્ય સુવિધા સાથે આકસ્મિક બનાવ સંદર્ભે જરૂરી સામગ્રી અને વર્તમાન કોરોના વોર્ડની માહીતી મેળવી હતી. ટંકારાના મામલતદાર એન. પી. શુક્લએ સરકારી હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરી હતી. જેમા હોસ્પિટલના ડોક્ટર ચિખલિયા દ્વારા બેડ મેડિકલ રૂમ લેબોરેટરી અને કોવિડ-19 સેન્ટર સહિતની સુવિધાથી વાકેફ કર્યા હતા. અને જ્યારે હોસ્પિટલમાં આગના બનાવો સામે આવ્યા છે ત્યારે અહીંની હોસ્પિટલમાં અગ્નિશામક સાધનો અને તેના ઉપયોગ વિશે તપાસ કરી હતી. ત્યારે આ સરકારી હોસ્પિટલમાં સંતોષકારક સાધનો અને સુવિધા ઉપલબ્ધ જોવા મળી હતી. સાથે મામલતદારે હોસ્પિટલમાં સ્વચ્છતા જોઈ વખાણ કર્યા હતા.