રોડના ખરાબ કામથી ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાથી યોગ્ય રીતે કામ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત મોરબી : માળીયાના નાનભેલાથી મોટા દહીંસરાના રોડ કામ હાલ ચાલી રહ્યું હોય પણ આ રોડનું એકદમ નબળું કામ થતું હોવાનો આક્ષેપ સાથે અને આ રોડના ખરાબ કામથી ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાથી યોગ્ય રીતે કામ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના નાના ભેલાથી મોટા દહીસરાને જોડતા રોડનું કામ પ્રગતિમાં છે. આ રોડનું મેટલિંગ કામ પૂર્ણ થયેલ છે. હવે માથે ડામર કામ જ બાકી છે. આ રોડના કામમાં માટી કામ નબળું કરવામાં આવેલ છે. આની ફરિયાદો થવા છતાં , કોઈ પગલાં લેવામાં આવેલ નથી. જ્યારે ધારાસભ્ય આ વિસ્તારના રહેવાસી હોવા છતાં, જિલ્લા પંચાયત પણ ભાજપની છે. અને તાલુકા પંચાયત પણ ભાજપની છે. બંને ના હોદ્દેદારો સ્થાનિક છે. તાલુકા પ્રમુખ નું પોતાનું ગામ આવે છે. તેમ છતાં આ રોડ અત્યારે વરસાદના પાણીમાં ડૂબેલો છે.તો પણ કોઈનું રૂવાડું પણ ફરકતું નથી વધુમાં જો આ રોડ પાણીથી ડૂબેલો રહે અને ડામર કામ કરેલું હોય તો શું? થાય તેનો વિચાર આ આગેવાનો ને કેમ નહીં આવતો હોય આ ઉપરાંત હાલમાં આ રોડના થયેલ કામથી તરઘરી અને નાનાભેલાના ખેડૂતોના ખેતરોની આશરે 500 વીઘા જેટલી જમીન પાણીમાં ડૂબેલ છે. જેના કારણે આ ખેડૂતોને આ વર્ષે ઉપજ ગુમાવવાનો વારો આવશે તેવું લાગે છે.પરંતુ નેતા ઓ કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી . તેથી મુખ્યમંત્રી આદેશ કરીને આ સમસ્યાનલ નિકાલ થાય તેવું કરો નહીંતર આ ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો ન આવે તે માટે વહેલાસર યોગ્ય પગલાં લેવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.