બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરી માથાભારે માણસો દરીયાની જમીનોમાં ખોટીરીતે ગેરકાયદે બાંધકામ કરી ધમકી આપતા હોવાથી કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી. : માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા અમુક લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે અને દરીયાનીની તથા નીલ સર્વે નંબરની જમીનોમાં ખોટીરીતે ગેરકાયદે બાંધકામ ચાલુ હોય. તેને તાત્કાલીક બંધ કરાવવા તથા ખોટી માછીમારીના બહાને ગામ લોકોને ધાક-ધમકીઓ આપતા હોવાની ફરિયાદ સાથે બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરી માથાભારે માણસોનો ગેરકાયદે કબ્જો દૂર ન થાય તો હાઇકોર્ટેમાં જવાની ચીમકી આપી છે. બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, બગસરા ગામે માથાભારે તત્વો ત્યાં બાંધકામ દરમ્યાન ગામ લોકો કહેતા કે મંજુરી વગરનું બાંધકામ ન કરો તો ખોટી ધમકીઓ આપે છે કે અહીંયા ગામના કોઇપણ વ્યકિતએ આવવું નહીં અને જો આવશો તો જાનથી મારી નાખીશું. એવી ધક ધમકીઓ આપતા હોય છે. અને હાલે તે જમીન પર હિટાચી મશીનો ઘ્વારા બાંધકામ પણ ચાલુ હોય અને ગામની અંદર આવીને લુખી દાદાગીરી કરે છે. ગેરકયાદે કાચા પાળા બનાવીને કબ્જા કરીને બહારની કંપનીને તથા મોટા માણસોને વેચાતી જમીનો આપવાના ધંધા કરતા હોય તથા નીલ સર્વે નંબર તથા સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા હોય તથા મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે માલધારીઓ ધાસ-ચારો નાસ પામવા જઇ રહયો છે. અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરી જમીનની ખારાસ કરી નાખેલ છે. અગાઉ પણ ઘણી રજુઆત કરેલ છે તો આપ યોગ્ય તપાસ કરી આવા બગસરા ગામની હદમાં દરીયા કાંઠે સર્વે કરી જમીન પર તથા ત્યાં મીઠા ઉત્પાદનો દ્વારા ગેરકાયદે અનેક બોર કરેલા છે. તો આવી બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરી તથા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવીરીતે જમીનોમાં ગેરકાયદેસર પાળા મીઠા ઉત્પાદન બનાવવા માટે ચાલુ રહેશે તો અમારા ગામના દસ એકરના અનેક અરજદારો હોય તો તેમને પણ આવીરીતે બાંધકામ કરવાની પરમીશન આપવામાં આવે અન્યથા આ પ્રશ્નનો યોગ્ય નીકાલ નહીં આવે તો આવનારા દીવસોમાં હાઇકોર્ટમાં જાહેર હીતની અરજ કરવાની ગામવતી ફરજ પડશે.