માળીયા : માળીયા તાલુકાના સરવડ પી.એસ.સી. પર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ગઈકાલ તારીખ 26ને શુક્રવારે માતૃવંદના યોજના હેઠળ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગઈકાલે સરવડ પી.એસ.સી પર પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચોહાણ હાજર રહ્યા હતા. તેના દ્વારા લાભાર્થીઓને આ યોજના વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને આ યોજનાથી શું લાભ થયો તેના વિશે તેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સગર્ભાધાત્રી માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ આ યોજનાના લાભાર્થીઓને ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne