મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. શુક્રવારના છેલ્લા 24 કલાકમાં મોરબી અને હળવદમાં બે અને બાકીના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે શનિવાર સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી અને હળવદમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સરકારી આંકડા મુજબ આજે શનિવારે કોરાધાકાંડ રહેલા માળીયા મિયાણામાં સવારે 10 થી 12માં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે અન્ય તાલુકામાં સવારે 10થી 12 વચ્ચે વરસાદ નોંધાયો ન હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='29563,29565,29566,29567,29568']