માળીયા : માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 2019ના વર્ષની યોજવામાં આવનાર ચૂંટણીનું જાહેરનામુ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારી પત્રો તારીખ 17 જૂનથી 20 જૂન સુધી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પ્રાંત અધિકારી, હળવદ કચેરી, લાલબાગ, મોરબી ખાતે મળી શકશે. તારીખ 21 જૂને બપોરે 12 કલાકે ચકાસણી થશે અને ત્યારે જ માન્ય યાદી જાહેર કરવામાં આવશે. તારીખ 24 જૂન બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે. જ્યારે હરીફ ઉમેદવારની આખરી યાદી 25 જૂને પ્રસિદ્ધ કરવામાં આવશે. જરૂરી જણાય તો તારીખ 4 જુલાઈના રોજ સવારે 10 થી બપોરે 3 કલાક દરમ્યાન મતદાન યોજાશે. મતદાન માળીયા તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી., દેવ ભુવન, સુભાષ રોડ, મોરબી ખાતે યોજાશે. જ્યારે 5 જુલાઈના દિવસે બપોરે 12 કલાકે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne