માળીયા (મી.) : સમગ્ર દેશમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે તેને અનુસંધાને વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારો સહિતના શ્રદ્ધાળુઓ ધનરાશી રામલ્લાના મંદિર નિર્માણમાં અર્પણ કરી રહ્યા છે. આ સમર્પણ અભિયાનમાં માળીયા(મી.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઇ હૂંબલ તેમજ મહામંત્રી શ્રી હસમુખભાઈ વરસડા દ્વારા માળીયા તાલુકાના પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને પણ આહવાન કરવામાં આવેલ. આ આહવાનના પગલે માળીયા તાલુકાના શિક્ષકો દ્વારા 1,51,100 રૂપિયાની નિધિ એકત્રિત કરી હતી. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા મહામંત્રી અને માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ તથા માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસમુખભાઈ વરસડા દ્વારા રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મધ્યથ કાર્યાલય મોરબી ખાતે મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, મોરબી જિલ્લા પ્રચારક સંતોષભાઈ દુબે, માળીયા તાલુકા કાર્યવાહ હિતેશભાઈ ગોપાણીની ઉપસ્થિતિમાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રને રૂપિયા 1,51,100નો ડ્રાફ્ટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે દિનેશભાઇ હૂંબલ અને હસમુખભાઈ વરસડા દ્વારા માળીયા તાલુકાના તમામ શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.