કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત કરવા સાંજે 6 કલાકે પક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાશેમોરબી: કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવા માટે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 'કાર્યકર્તા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી તારીખ 28-05-2026ને ગુરુવારના રોજ સાંજે 6 કલાકે માળિયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાશે.આ સંમેલનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તાઓને પક્ષની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ ખાખરેચી ગામમાં આવેલી સુરાપુરાની વાડી ખાતે રાખવામાં આવ્યો છે.સંમેલન પૂર્ણ થયા બાદ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ માટે સાથે મળીને ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માળિયા તાલુકાના તમામ કોંગ્રેસી આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓને પક્ષની શક્તિ વધારવા માટે આ સંમેલનમાં સમયસર પોતાની સક્રિય ઉપસ્થિતિ નોંધાવવા માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #Maliya #Khakhrechi #Congress #MaliyaCongress #CongressSamiti #GujaratPolitics