માળિયા : જિલ્લા કોંગ્રેસમાં લાગેલી આગ હવે તાલુકા કક્ષાએ પણ પ્રસરી છે. નિમણૂકના વિવાદને પગલે એક પછી એક રાજીનામાં પડ્યા છે. તેવામાં માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ સતીશ બાબજલાલ વામજા, માળિયા તાલુકા કોંગ્રેસના કારોબારી સમિતિ આશીસભાઈ હરખજીભાઈ સંઘાણી, સેવાદળ પ્રમુખ- માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહેશભાઈ નાથાભાઇ કૈલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે.