માળીયા (મી.): આજરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માળીયા (મી.) તાલુકામાં શ્રી કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-સરવડનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. શ્રી કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-સરવડનું ધોરણ 10માં 83.87 ટકા પરિણામ આવ્યું છે. શ્રી કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય-સરવડના કુલ 31 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 26 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં વિલપરા પૂજાએ 94.50 PR સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. કાવર ખુશીબેને 93.04 PR સાથે બીજો નંબર અને સુમરા રેહાનાએ 92.46 PR સાથે ત્રીજો નંબર મેળવ્યો છે.