માળિયા (મિયાણા) : આજ રોજ પોષ સુદ-બીજ એટલે કે સોનલ બીજનો પાવન પર્વ હોય જસાપર ગામે સોનલ બીજ 101મી શતાબ્દી નિમિત્તે સોનલ કૃપા યુવા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સોનલ કૃપા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના અંદાજે 300 મજૂરો, શાળાના વિદ્યાર્થીઓ તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદ કરાવાયો હતો.