વધારવા અને વિરવિદરકા ગામ વચ્ચે દરોડો માળીયા : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે વાધરવા અને વિરવિદરકાની સીમમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે આરોપીને ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે વાધરવા અને વિરવિદરકાની સીમમાં દરોડો પાડી બાવળના ઝુંડમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ આરોપી રોહીતસિંહ વિક્રમસિંહ જાડેજા, રહે.વાધરવાની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ગરમ આથો, ઠંડા આથો, દેશી દારૂ ભરેલો કેરબો તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ, પાતળી નળી સહિત કુલ રૂપિયા 1020નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.