માળિયા : પીપળીયા ગામ પાસે રીક્ષા ટેન્કર વચ્ચે અકસ્માત બે લોકોને ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર માળિયા જામનગર હાઈવે ઉપર રાજકોટથી વહેલી સવારે નિકળી પીપળીયા સુરાપુરાના દર્શને આવતા રાજકોટ ના પરીવાર ને પીપળીયા ગામ નજીક અકસ્માત નડ્યો હતો સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર રાજકોટથી કોઈ અજાણ્યો પરીવાર પીપળીયા સીએનજી રીક્ષા જીજે 03 એડબલ્યુ 7550 લઇને મંદિરે દર્શન કરવા આવી રહ્યો હતો તે દરમ્યાન પાછળથી આવતા ટેન્કર જીજે 06 એએકસ 9038 નંબર ના ટેન્કર સાથે પાછળથી ઠોકર લાગતા રીક્ષા ચાલક સહિત બે લોકોને નાની મોટી ઈજાઓ પહોચી હતી ત્યા હાજર સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત ના ચશ્મદિત લોકોના જણાવ્યા અનુસાર રીક્ષા પીપળીયા ગામ આવતા ચાલકે અચાનક રીક્ષાનો વણાક લેતા પાછળથી આવતા ટેન્કર ચાલકે સમય ચુકતા વાપરી ટેન્કરને રોંગ સાઇડમાં લઇને રાજકોટના પરીવારનો આબાદ બચાવ કર્યો હતો અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર પ્રાઇવેટ વાહન બોલાવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોરબી હોસ્પિટલે સાથે લઈ ગયા હોવાનુ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યુ હતુ. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='12968,12970,12971']