માળિયા : માળિયાના વીરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા કરનાર આરોપી પતિના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે. માળિયાના વીર વિદરકા ગામે પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતા યુવાનની દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક મુળ રહે.મુંદલા તા.છકતલા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળા શખ્સે હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગઈકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આજે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.