મોરબી : માળીયા મી. ના લવણપુર ગામ નજીક ટ્રક સાથે ટ્રેલર અથડાતા ટ્રેલરના કલીનરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ટ્રેલર ચાલક રણદીપ ભીમસિંગ રાવત અને તેનો નાનો ભાઈ કિલીનર કુલસિંગ ભીમસિંગ રાવત ઉ.વ.22 ગતરાત્રે પોતાના જી.જે.36 ટી.3444 નંબરના ટ્રેલર લઈને માળીયા તરફ આવી રહ્યા હતા અને માળીયા તાલુકાના લવણપુર ગામથી આગળ રોડ પર પહોંચતા સામેથી આવતા ટ્રકની લાઈટના અજવાળાથી અંજાઈ જતા ટ્રેલર ટ્રક સાથે અથડાયું હતું.આ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનર કુલસિંગ રાવતને ઇજા ગંભીર ઇજા થતાં તત્કાળ તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટના કમલેશભાઈ પ્રભાતભાઈ વિરડાએ ટ્રેલર ચાલક સામે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.