ચાર શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ માળીયા (મી.) : માળીયા મિયાણાના મોટી બરાર ગામે અંગત અદાવત મામલે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ મહિલાને ધમકી આપ્યાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઇ છે.માળીયા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી જયશ્રીબેન બળવંતભાઇ (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે-મોટી બરાર, માળીયા મી.)એ આરોપીઓ વિનોદભાઇ ખીમજીભાઇ, નિતીનભાઇ વિનોદભાઇ, વિજયાબેન વિનોદભાઇ, મીતલબેન નિતીનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૫ના રોજ સાંજના આઠેક વાગ્યે ફરીયાદીના ઘરેણા આરોપીના ઘરે રાખવા આપેલ હતા અને જે બાબતે બોલાચાલી થતા ચારેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.