રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી - મોરબી (ગુજરાત પ્રાંત) દ્વારા પ્રવિણગીરી છગનગીરી ગોસ્વામીના માતા વિજયાબેનને શ્રધાંજલિ આપવા હેતુ તારીખ 19/9/2017 ને મંગળવારે, સવારે 7:00 થી 9:00 સુધી. જસાપર ગામે સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. એક વર્ષથી મોટી ઉંમર ના જસાપર ગામના બાળકો તથા નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ જસાપર રાખવા બદલ ગામના સરપંચ નિમઁળભાઇ મુળુભાઇ કાનગડ એ ટીમના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11296,11297,11298']