માળીયા : માળિયા મીયાણાના નાના દહિસરા અને વિરપરડા વચ્ચે કુવામાંથી અજાણ્યા પુરુષ ની લાશ મળી આવતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયાના નાના દહીંસરા અને વિરપરડા વચ્ચે આવેલા એક કૂવામાં અજણાયા પુરુષની લાશ પડી હોવાની જાણ થતા માળિયા પોલીસના બીટ જમાદાર ફીરોજભાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લાશને કુવામાંથી બહાર કાઢી હતી. જો કે મૃતદેહ અતી કોહવાયેલી હાલતમાં હોય લાશની ઓળખ થઈ શકી નથી. હાલમાં મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા પોલીસે પ્રયાસો હાથ ધાર્યા છે.