મોરબી:માળીયા તાલુકાના નાના ભેલા ગામે રસોઈ બનાવતા દાઝી ઝતા પટેલ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નાના ભેલા ગામે રહેતા વિજયાબેન ભાણજીભાઇ ફુલતરિયા ઉ.૭૦ નામના વૃદ્ધા ઘેર રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.