CEIR પોર્ટલનો ઉપયોગ કરી રૂપિયા 2,10,496 ની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢતી માળિયા મિયાણા પોલીસમાળિયા (મિયાણા) : માળિયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલનો ઉપયોગ કરીને 10 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસે આશરે રૂપિયા 2,10,496 ની કિંમતના આ મોબાઈલ ફોન શોધી કાઢીને અરજદારોને પરત આપ્યા છે.મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ માળિયા મિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ શક્તિસિંહ ઝાલાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી, તેમાં ડેટા એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખ્યું હતું.પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને અલગ-અલગ કંપનીના 10 મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 2,10,496 થાય છે. આ તમામ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપીને માળિયા મિયાણા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કરી સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે.#MaliyaMiyana #MorbiPolice #GujaratPolice #CEIRPortal #TeraTujhkoArpan #MorbiUpdate #MorbiNews #MaliyaNews