માળિયા (મિયાણા) : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોટાભેલા ગામની મોટાભેલા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના કુલ 7 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 6 વિદ્યાર્થીઓએ આ પાસ કરી છે. જેમાં પૂનમ ચાવડા, સુમરા ઈકરા, ખાંભડીયા જાનકી, ખાંભડીયા જૈનિશ,રાઠોડ કૌશિક, પડહડિયા શ્રધ્ધા એ આ પરીક્ષા પાસ કરી છે. આ તકે શાળાના આચાર્ય ચારોલા જયદીપભાઈ અને શાળા પરિવારે પાસ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.