સમાજ ઉત્કર્ષ અને નવા વર્ષના કાર્યો અંગે ચર્ચા કરાશેમાળિયા (મિયાણા) (મોરબી અપડેટ): સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ અને સંગઠન માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સતત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. સંઘ દ્વારા વર્ષ દરમિયાન કરાયેલા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના સુવ્યવસ્થિત આયોજન માટે દર વર્ષે પ્રદેશ અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત મોરબી જિલ્લાની કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આગામી રવિવાર, તારીખ 13-09-2026 ના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિ.) તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઇમાઁ મંદિર ખાતે આ શિબિર યોજાશે. આ કાર્યક્રમ સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલશે.શિબિરની કાર્યસૂચિ: • સવારે 9:00 થી 9:30: રજીસ્ટ્રેશન તથા ચા-પાણી. • સવારે 9:30 થી 10:30: ઓપનીંગ સેશન, સ્વાગત, પરિચય વિધિ. • સવારે 10:30 થી 11:00: યુવા સંઘના સમાજ ઉત્કર્ષના કાર્યો, ગત વર્ષના કાર્યો અને આગામી કાર્યોની માહિતી પૂરી પાડવામાં આવશે. • બપોરે 11:00 થી 11:40: યુવા પાંખ અને મહિલા સંઘના કાર્યો વિશે માહિતિ આપવામાં આવશે. • બપોરે 11:40 થી 12:20: કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ અંગે ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન અપાશે. તેમજ 'ઇતિહાસ જ્ઞાન કસોટી-2026' ના વિજેતાઓનું સન્માન કરાશે. • બપોરે 12:20 થી 1:30: પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોત્તરી, પ્રદેશ હોદ્દેદારોનું માર્ગદર્શન, સમાપન અને આભારવિધિ. • બપોરે 1:30 પછી ભોજન સમારંભ યોજાશે.આ શિબિરમાં સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મેનેજીંગ ટ્રસ્ટી સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, મહિલા સંઘના આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના યુવા સંઘના હોદ્દેદારો તેમજ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજરી આપશે.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સામાજિક કાર્યોમાં રસ ધરાવતા સમાજના ભાઈઓ અને બહેનોને આ શિબિરમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે (રજીસ્ટ્રેશન ફી રૂ. 50/- રાખવામાં આવી છે). વધુ માહિતી માટે મોરબી જિલ્લા મહામંત્રી દિપકસિંહ ડી. ઝાલા (98254 22001) અને રાજવિરસિંહ પી. સરવૈયા (98250 85684) તેમજ જિલ્લા કાર્યકારી પ્રમુખ જયેન્દ્રસિંહ એમ. જાડેજા (99252 48255) અને પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા (98252 22787) નો સંપર્ક કરવા જણાવાયું છે. #MorbiUpdate #MorbiNews #RajputYuvaSangh #KaryakartaShibir #Vavaniya #MorbiDistrict #CommunityWork #Morbi