માળિયા (મિયાણા) : નાના ભેલા ગામે કેન્સર પીડિત ભરતભાઈ મણિશંકર વ્યાસના લાભાર્થે લોક ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 માર્ચ ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે નાનાભેલા ગામે આ લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે. તો આ લોક ભવાઈનો કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.