માળિયા (મિયાણા) : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ 6 અને 9 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 9 માટેની પ્રવેશ પરીક્ષામાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની રિદ્ધિબેન મનસુખભાઈ બોચિયા ઉત્તીર્ણ થઈ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને રિદ્ધિએ પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.મહત્વનું છે કે, આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી આપવામાં આવે છે.