માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી ગત તારીખ 24 ફેબ્રુઆરી થી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા આ આમરણાંત ઉપવાસ પર બેસેલા સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને માળિયા (મિયાણા)ની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત પણ કરી છે.માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળિયા (મિયાણા) માં નવું બસ સ્ટેન્ડ બનાવવા, રેફરલ હોસ્પિટલ છે તે નવી બનાવવામાં આવે, સાથે સાથે પૂરતા સ્ટાફની નિમણૂક કરવામાં આવે, મામલતદાર કચેરી અન્ય સ્થળે ન ખસેડવામાં આવે અને અહીં તેનું નવીનનીકરણ થાય, રેલવે જંકશન પર પેસેન્જર ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે સહિતની માગ કરી છે.