માળીયા : માળીયામાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સીઝનમાં આજે પ્રથમ વખત મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ઉપરાંત આજે હળવદમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લા પર મેઘરાજા હજી સુધી મહેરબાન થયા નથી. જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ માળીયામાં ચાલુ સીઝનમાં આજ સુધી વરસાદ નોંધાયો ન હતો. અંતે આજે મેઘરાજાએ રિઝાઈને માળીયા પર હેત વરસાવ્યું હતું. માળિયામાં આજે ૭ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદમાં અડધો ઇંચ વરસાદ તથા મોરબી અને વાંકાનેર માં વરસાદી ઝાપટા પડ્યા હતા