ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી રૂ.3.89 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લેવાયો : અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યુંમોરબી : કચ્છથી રૂ.3.89 લાખનો દારૂનો જથ્થો ભરી મોરબી આવતી કારને માળિયા મિયાણા પોલીસે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા નજીક ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવી કારમાંથી સુરેશભાઈ અજાભાઈ ચૌધરી ઉ.વ. ૧૯ રહે. કુડલા (રાજસ્થાન)વાળાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૩ કી. રૂ. ૩,૮૯,૭૦૦/- તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૦૪,૭૦૦/- નો મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ચુનારામ રહે.હાલ-ગાંધીધામ મુળ રહે.રાજસ્થાનવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ આર.સી.ગોહિલ, સર્વેલન્સ સ્ટાફના HC પૃથ્વિરાજસિંહ જાડેજા, PC હરપાલસિંહ રાજપુત,બીપીનભાઇ પરમાર, રાયમલભાઇ શીયાર, એ.એસ.આઇ રણધીરભાઈ ડાંગર સહિતના રોકાયેલ હતા.