આગ બુઝાવા જતા દાઝી જતા સારવાર દરમિયાન મોત મોરબી : માળિયા તાલુકાના નાના દહીસરા ગામે ખેતરમાં આગ બુઝાવવા જતા વૃદ્ધનું દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ માળિયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા મેઘજીભાઈ રૂગાભાઈ બોપલીયા (ઉ.૬૮)ના ખેતરમાં કોઈ કારણોસર આગ લાગતા તેઓ બુઝાવવા ગયેલ હોય દરમિયાન તેઓ શરીરે દાઝી ગયેલ હોય જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મેઘજીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસએ જણાવ્યું હતું કે મેઘજીને શ્વાસની તકલીફ હતી અને તેઓના ઘરથી ખેતર થોડા જ અંતરે હોવાથી તે આગની જાણ થતા તુરંત દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરતા હોય દરમિયાન તેઓ દાઝી ગયેલ હોય અને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવારમાં મેઘજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.