માળીયા : માળીયાના કોળી વાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે દરોડાની કાર્યવાહી કરી જુગાર રમી રહેલા જુમા વલીમહમદ કટિયા,રાજુ મોમયાભાઈ અને માધુભાઈ મહાદેવભાઈને રૂપિયા ૨૮૮૦ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.