મોરબી:માળીયાના જુના ઘાટીલા ગામે રામજી મંદિર નજીક અજાણ્યો મોટર સાયકલ ચાલક વિદેશી દારૂના બે થેલા મૂકી પલાયન થઈ જતા પોલીસે ફરિયાદી બની તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે કોઈ અજાણ્યો મોટર સાયકલ ચાલક ગઈકાલે બે થેલા ભરીને ઈંગ્લીશ દારૂની નાની મોટી ૫૨ બોટલ કિંમત રૂપિયા ૯૨૦૦ ની રેઢી મૂકી પલાયન થઈ જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.પી.ઝાલાએ ફરિયાદી બની દારૂનો જથ્થો છોડી નાસી જનાર અજાણ્યા મોટર સાયકલ ચાલકની શોધખોળ હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]