રૂ.૨૦૨૦૦ નો મુદામાલ જપ્ત આરોપી ફરાર મોરબી: માળિયા(મી)ના. મોવર ટીંબા વિસ્તારમાંથી પોલીસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.ડી.ઝાલા, એએસઆઈ અમૃતભાઈ પટેલ, પો.કોન્સ. હરદેવસિંહ રાઠોડ, પો. કોન્સ જયેશભાઇ ડાંગર સહિતનાઓએ બાતમીને આધારે માળીયાના મોવર ટીંબાના મચ્છુ નદીના કાંઠે આરોપી ઇસમત અલી અબ્બાસભાઈ મોવરની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ કરતા રેડ દારૂ તથા સાધનો મળી કુલ રૂ.૨૦૨૦૦ ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો જો કે, રેડ દરમિયાન આરોપી નાસી જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.