માળીયા(મિ) પોલીસને સિવિલ હોસ્પિટલ પાછળ દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે ત્યાં રેડ પાડી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ.87 કિંમત રૂ.18.000 ઝડપી પાડ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માળીયા તાલુકા પોલીસે માળીયા સિવિલ હોસ્પિટલ પાછળ સલીમ ઉર્ફે પલો દિલાવર જેડા ત્યાંદારૂની હેરફેર કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ.87 કિ. રૂ. 18000 ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી સલીમ ફરાર થઇ જતા માળીયા તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]