મોરબી : માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિકકુમાર મિતેશભાઈ કાવરે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે આ મોટો નિર્ણય લીધો છે.ભાવિકકુમાર કાવરે જણાવ્યું હતું કે, જેતપુર ગામે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોની આ માંગણીઓ તદ્દન વ્યાજબી છે. ખેડૂતોની વર્તમાન સ્થિતિ જોઈને તેમને વ્યક્તિગત રીતે અત્યંત દુઃખ અને લાગણી થઈ છે, જેના કારણે તેઓ પક્ષના તમામ હોદ્દાઓ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે. આ સાથે જ તેમણે સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી અને યોગ્ય ઉકેલ લાવવા માટે ભારપૂર્વક માંગણી કરી છે.#MorbiUpdate #MorbiNews #Malia #BJP #FarmersProtest #Resignation #GujaratPolitics #Jetpur #FarmersMovement