મોરબી : ગઈકાલે માળીયા પંથકમાં સપાટો બોલાવી પાંચેક લાખની વીજચોરી ઝડપી લેનાર વિજતંત્ર દ્વારા આજે હળવદ પંથકમાં સપાટો બોલાવી ૫.૭૦ લાખની વીજચોરી ઝડપી લીધી હતી. જાણવા મળ્યા મુજબ પીજીવીસીએલની ૨૫ ટીમ દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩૯૧ કનેક્શન ચેક કરવામાં આવતા તેમાંથી ૫૭ કનેક્શનમાં ગેરરીતી જણાઈ હતી જે બદલ રૂપિયા ૫.૭૦ લાખનો દંડ પણ ફટકાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી બાદ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજચોરી અટકાવવા કડક હાથે કામગીરી કરવામાં આવતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે.