હળવદ : માળીયા અમદાવાદ હાઇવે ઉપર હળવદના ઢવાણા ગામના પાટિયા પાસે શિવાભાઈ વાઘેલા ઉ.૬૦ને વેગેનાર કાર રજી નં GJ 12 AK 6544 ના ચાલકે હડફેટ લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી જતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતક વૃદ્ધના પુત્ર હરેશભાઇ શીવાભાઇ વાઘેલા, ઉવ. ૨૯, ધંધો ખેતી રહે. ગામ શીરોઇ તા હળવદ જી. મોરબી વાળાએ વેગનાર કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.