પોલિસે અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તપાસ આદરી મોરબી : મોરબી- માળીયા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક કારચાલકે અજાણ્યા યુવકને હડફેટે લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં સારવાર કારગત ન નિવડતા આ યુવકનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા માટે તપાસ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી- માળીયા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા યુવકને કારચાલકે હડફેટે લીધો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અજાણ્યા મૃતક યુવકના વાલીવારસ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઉંમર અંદાજે ૩૦ વર્ષ છે. તેના હાથમાં અંગ્રેજીમાં 'S' તથા હિન્દીમાં 'अजेस कुमार' અને અંગ્રેજીમાં ' ajas' લખેલું છે સાથે બંદૂક દોરેલી છે. મૃતક યુવક અંગેની કોઈ પાસે માહિતી હોય તો મો.નં.૭૦૬૯૬ ૧૨૮૧૩ અથવા ૦૮૨૮૮ ૨૪૨૫૯૪૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.