મોરબી : માળીયા - અમદાવાદ હાઈવે ઉપર માળીયા મિયાણાની ભીમસર ચોકડી નજીક જીજે - 39 - ટી - 8856 નંબરના ટ્રક ચાલક પીરમહમદ ફુસેખાન મંગળીયા રહે.જેસલમેર, રાજસ્થાન વાળાએ પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી ફરિયાદી મેહુલકુમાર મહેન્દ્રકુમાર પ્રજાપતિ રહે.વડોદરાવાળાની જીજે - 06 - એચડી - 3987 નંબરની કારમાં ડ્રાઇવર સાઈડ ટક્કર મારી ગાડીમાં નુકશાન કરતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.