રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બનતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો માળીયા : માળીયા હળવદ હાઇવે ઉપર વધારવા ગામના પાટિયા નજીક બંધ ટ્રક પાછળ છકડો રીક્ષા ઘુસી જતા રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા - હળવદ હાઇવે ઉપર વધારવા ગામના પાટીયાથી આગળ ભીમસર તરફ પુલના છેડે ટ્રક ચાલકે રાત્રીના સમયે કોઈપણ સાઈન બોર્ડ કે પાર્કિંગ લાઈટો ચાલુ રાખ્યા વગર પોતાનો ટ્રક રોડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ રાખી ઉભો રહી જતા માણાબા ગામે રહેતા છકડો રીક્ષા નંબર-જીજે-3-એયુ-7308ના ચાલક રણછોડભાઇ ભાયાભાઇ ખીટ ટ્રક પાછળ આથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે માળીયા પોલીસે રણછોડભાઈની ફરિયાદના આધારે ટ્રક નંબર જી.જે.-12-એ ડબલ્યુ- 1481 ના ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 283, 337 અને 338 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.