હળવદ : આજે માળીયા હળવદ હાઇવે ઉપર રોહિશાળા નજીક રોડ ઉપર વચ્ચોવચ્ચ બંધ પડેલા ટ્રક પાછળ સેન્ટ્રો કાર ઘુસી જતા જુના દેવળીયા ગામના આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ મગનભાઈ પટેલ આજે મોરબી તરફ આવતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર રોહિશાળા નજીક રસ્તા વચ્ચોવચ બંધ પડેલા ટ્રક પાછળ તેમની સેન્ટ્રો કાર ઘુસી જતા મુકેશભાઈનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.