માળીયા : માળીયા મિયાણાના અંજીયાસર ગામે શંકાશીલ પતિએ પત્નીને ઢીકા પાટુનો માર મારી વાંસાના ભાગે છરીનો ઘા ઝીકાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ માળિયા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા જનકબેન મુસ્તાક હાજી ભટ્ટી ઉ.૨૫ નામના પરિણીતાને તેના પતિ મુસ્તાક હાજીએ ચારિત્ર્ય પર શંકા કરી મ્હેણાં ટોણા મારી ઢીકા પાટૂનો માર મારી બાદમાં વાંસાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાઓ પહોંચી હતી. આ મામલે માળીયા પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.