ઉપપ્રમુખ પદે વાધરવા બેઠકના યુવા સદસ્ય ધ્રુવકુમારસિંહ જાડેજા ચૂંટાયા માળીયા : મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની કુનેહ કુશળ વ્યૂહરચના તથા સંપૂર્ણ માર્ગદર્શન અને માળીયા તાલુકા ભાજપના પ્રમુખ જયંતીભાઈ સાણજા તેમજ તમામ કાર્યકર્તાઓની મહેનતથી માળીયા મી. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના મોટા દહીસરા બેઠકના સદસ્ય વિજયાબેન રમેશભાઈ રાઠોડ પ્રમુખપદે અને વાધરવા બેઠકના યુવા સદસ્ય ધ્રુવકુમારસિંહ ડી. જાડેજા ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવ્યા છે આજરોજ માળીયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજયાબેન રમેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદે ધ્રુવકુમારસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે. કાંતિભાઈ અમૃતિયા મેદાનમાં આવતા કાર્યકર્તાઓમાં તથા માળીયાની જનતામાં ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આંતરિક કલહને લઈને મોરબી જીલ્લા પંચાયતમાં કૉંગ્રેસના બળવાખોર ઉમેદવારો વિજયી બનતા કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવારોની કારમી હાર થવાં ઉપરાંત હળવદ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો ઘોર પરાજય થતા કૉંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.