માળીયા(મી.) : માળીયા(મી.) તાલુકાના વવાણીયા ગામના રામબાઈમા અન્નક્ષેત્ર ધામમાં ગઈકાલ તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલ તા.16ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિતે રામબાઈમા અન્નક્ષેત્ર ધામ-વવાણીયા તા.માળીયા(મી.) ખાતે આહીર સમાજ તથા તમામ સમાજના સેવક ગણ દ્વારા વહેલી સવારમાં જગ્યાના મહંત જગન્નાથજી બાપુનું ગુરુપુજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુવંદના, ગુરુ મહીમાગાન અને આરતી બાદ કંઠી વિધિ અને મંત્ર દીક્ષા આપવામાં આવી હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતી, જેનો બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સેવક ગણે લાભ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne