મેડિકલ ઓફિસર ડો. એસ. યુ. કડીવારના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં જાગૃતિ, પત્રિકા વિતરણ અને માછલીઓ મૂકવાની કામગીરી કરાઈવાંકાનેર : જૂન માસને 'રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી માસ' તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કોઠી દ્વારા મચ્છરજન્ય રોગો (વેક્ટર બોર્ન ડિસીઝ) અટકાવવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર ડો. એસ. યુ. કડીવારના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં વિવિધ આરોગ્યલક્ષી કામગીરીનો પ્રારંભ કરાયો છે.મેલેરિયા માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા ઘેર-ઘેર પત્રિકા વિતરણ, NVBDCP અંતર્ગત કામગીરી અને શાળાઓમાં IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન) કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બંધિયાર પાણીમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા માટે વિવિધ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવા સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.#KothiPHC #MorbiUpdate #AntiMalariaMonth #HealthAwareness #VectorBorneDisease #MalariaFreeIndia