મોરબી : આગામી મક્રરસંક્રાતીના દિવસે મોરબી મુકામે પ્રજાપતિ સમાજ માટે રાહતદરે ઉંધીયાનું વિતરણ કરાશે જેથી આગામી ૧૨ જાન્યુઆરી પહેલા ઓર્ડર બુક કરાવી લેવા અનુરોધ કરાયો છે. મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તમામ પ્રજાપતિ સમાજના લોકોને જણાવાયુ છે કે આગામી તારીખ ૧૪/૧/૨૦૧૮ ને રવિવાર મક્રર સંક્રાતિના પાવન પર્વ પર મોરબી મુકામે પ્રજાપતિ સમાજ માટે રાહત દરે ઓર્ડર મુજબ સ્વાદિષ્ટ ઊંધીયાનું વિતરણ કરવાનું નક્કી કરેલ હોયતો જે લોકો તેનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરીને પોતાનો ઓર્ડર નોંધાવી દેવા એક યાદી માં જણાવાયું છે. પ્રજાપતિ સમાજ માટે સ્વાદિષ્ટ ઊંધિયું પ્રતિ કીલોગ્રામ રૂ.૭૦ વિતરણ કરાશે, અગાઉ ઓર્ડર બુક કરવા માટે 9825403670 - રાજુભાઈ બરાસરા 7817818918 -નાથાલાલ ઉભડીયા 9879284059 - અતુલભાઈ સવાડીયા 9898463014 -યોગેશભાઈ સવાડીયાનો સંપર્ક સાધવો વધુમાં તારીખ ૧૪/૧/૨૦૧૮ રવિવારે સવારે ૯ થી ૧૨ વરિયા મંદિર સો- ઓરડી મોરબી-૨ ખાતે ઊંધિયું વિતરણ કરાશે.