વાંકાનેરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ -1 ડેમમાં પ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ મચ્છુ ડેમ 1માં એક ફૂટ પાણી આવ્યું : પાણીની સતત અવકથી ડેમની સપાટી વધવાની સંભાવના : વાંકાનેરના ખેરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી આસો નદી બે કાંઠે વહી વાંકાનેર : ચોટીલા અને કુવાડવા પંથકમાં ભારે વરસાદથી વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં નવા નીર આવ્યા છે અને આ ડેમમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે. તેથી આ ડેમમાં એક ફૂટની સપાટી વધી છે. જ્યારે વાંકાનેરના ખારવા સહિતના ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં પણ ભારે વરસાદ પડતાં આસો નદી બે કાંઠે વહી રહી છે. મચ્છુ 1 ડેમમાં પાણીની આવક સતત વધી હોવાથી હજુ ડેમની સપાટી વધે તેવી શકયતા છે. જયારે સરકારી આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 6 એમએમ, વાંકાનેર શહેરમાં 25 એમએમ, હળવદ 13 એમએમ, ટંકારામાં 12 અને માળીયા મિયાણાંમાં 7 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે 2 વાગ્યા બાદ પણ વાંકાનેર, ટંકારા અને મોરબીમાં ધીમીધારે વરસાદ શરૂ છે. વાંકાનેર પંથકમાં ગતરાત્રિથી વરસાદ શરૂ થયો હતો અને કટકે કટકે આજ બપોર સુધીમાં આશરે દોઢ ઈંચ જેવો વરસાદ પડી ગયો છે. જોકે ચોટીલા અને કુવાડવા પંથકમાં ભારે વરસાદ પડતાં વાંકાનેરના મચ્છુ-1ડેમમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. આ ડેમમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. જ્યારે મચ્છુ 1 ડેમની સપાટી 23 ફૂટ હતી. ત્યારે ઉપરવાસના વરસાદને કારણે પાણીની 5 હજર ક્યુસેક પાણીની આવક શરૂ થતાં 1 ફૂટ પાણી સાથે ડેમની સપાટી 24 ફૂટે પહોંચી છે અને પાણીની આવક સતત ચાલુ રહેતા આ ડેમમાં સપાટી વધવાની સંભાવના છે. જ્યારે વાંકાનેરના ખારવા, કણકોટ, મહીકા, જોધપર, સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં ગતરાત્રી અત્યાર સુધીમાં આશરે 8 ઈંચ જેવો વરસાદ ખાબકયો છે. આ વરસાદથી આ ગ્રામ્ય વિસ્તારોની આસો નદીમાં ઘોડાપુર આવ્યા છે. આ નદીના પાણી મોરબીના મચ્છુ 2 ડેમમાં આવે તેવી શકયતા છે. વાંકાનેરના આ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જ્યારે વાંકાનેરમાં વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. ચંદ્રપુર પાસે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી કોન્ટ્રકટરોની બેદરકારીને કારણે ત્યાં ફરી વાર હાલ પાણી ભરાયા છે. તેમજ વાંકાનેર શહેર નજીક હાઇવે પર પાણી ભરાતા અનેક લોકો તેમાં ફસાયા હતા. એકંદરે વાંકાનેર અને ઉપરવાસમાં સારા વરસાદથી મચ્છુ ડેમ 1માં નવા નીરની આવક થવાથી વાંકાનેરવાસીઓ ગેલમાં આવી ગયા છે. જયારે સરકારી આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 6 એમએમ, વાંકાનેર શહેરમાં 25 એમએમ, હળવદ 13 એમએમ, ટંકારામાં 12 અને માળીયા મિયાણાંમાં 7 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે 2 વાગ્યા બાદ પણ વાંકાનેર, ટંકારા અને મોરબીમાં ધીમીધારે વરસાદ શરૂ છે.