'Largest Makeover Marathon' માં ભાગ લઈ મોરબીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુંમોરબી: મોરબીની દીકરીએ વૈશ્વિક ફલક પર શહેરનું નામ ગૌરવવંતું કર્યું છે. તાજેતરમાં 22 મે 2026 ના રોજ યોજાયેલ 'Largest Makeover Marathon' અંતર્ગત આયોજિત Guinness World Book of Record ઇવેન્ટમાં મોરબીની મેકઅપ બ્યુટી આર્ટિસ્ટ પેથાણી પાયલ રમેશભાઈ (રાવળદેવ) દ્વારા સફળતાપૂર્વક ભાગ લઈ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય સ્તરે હુનરનું પ્રદર્શનઆ ભવ્ય ઇવેન્ટમાં દેશ-વિદેશના અનેક પ્રતિભાશાળી મેકઅપ આર્ટિસ્ટ અને બ્યુટી પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોની ક્રિએટિવિટી, પ્રોફેશનલ સ્કિલ્સ અને સતત મહેનતનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વૈશ્વિક ઇવેન્ટનો મુખ્ય હેતુ બ્યુટી ઇન્ડસ્ટ્રીના છુપાયેલા ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અનોખી ઓળખ આપવાનો હતો. આ ભવ્ય ઇવેન્ટનું આયોજન Attraction International Academy દ્વારા કરવામાં આવ્યું હતું.સફળતાનો શ્રેય પરિવાર અને શુભચિંતકોને આપ્યોઆ ઐતિહાસિક સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા પાયલ રમેશભાઈએ જણાવ્યું હતું કે, 'Guinness World Record જેવી પ્રતિષ્ઠિત ઇવેન્ટનો ભાગ બનવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સફળતા પાછળ મારા પરિવાર, ક્લાયન્ટ્સ અને વિદ્યાર્થીઓનો મહત્વનો સહકાર રહ્યો છે.' તેમની સમગ્ર ટીમે પણ આ ઇવેન્ટમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ ક્લાયન્ટ્સ, વિદ્યાર્થીઓ અને પરિવાર તરફથી મળેલા અવિરત સપોર્ટ માટે તેમણે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdates #MorbiNews #GuinnessWorldRecord #LargestMakeover Marathon #BeautyArtist #InternationalAchievement #ProudMorbi #WomenEmpowerment