મોરબી ખાતે આવેલા ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણભાઈ તોગડીયાએ મહિલા સુરક્ષા અને હિન્દૂઓના રક્ષણ મામલે તેજાબી શૈલીમાં પ્રવચન કર્યું મોરબી : મોરબી ખાતે આજે આવેલા ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણભાઈ તોગડીયાએ પોતાની આક્રમક અને તેજાબી શૈલીમાં ભાષણ આપ્યું હતું. તેમણે લવજેહાદ, વસ્તી નિયત્રણ તેમજ હિન્દૂ મહિલાઓની સુરક્ષા માટે ખાસ કડક કાયદો ઘડવાની સરકાર સમક્ષ માંગણી મૂકી છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા માટે સંકલ્પો લઈ ખાસ અભિયાન ચલાવતા હોવાનું જણાવ્યું હતું. મોરબી ખાતે આજે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી. ડો. તોગડીયાએ મીડિયા સમક્ષ પોતાની ફાયર બ્રાન્ડ ઇમેજ પ્રમાણે જણાવ્યું હતું કે, હાલ હિન્દૂ ખતરામાં છે નહિતર કિશન ભરવાડ મરાયો ન હોત, વડોદરાના લવજેહાદના કારણે હિન્દૂ દીકરીએ આત્મહત્યા ન કરી હોત. તેમજ કાશ્મીર અને મણિપુરમાં હિન્દૂ શરણાર્થીની કત્લેઆમ મામલે ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા. ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આગામી સમયમાં મહિલાઓની સુરક્ષા માટે ભારતભરમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા તેમજ દરેક વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજી સુરક્ષિત હિન્દુ, સ્વસ્થ હિન્દુની સંકલ્પના સાકાર કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં તેમણે સ્પષ્ટ બહુમતી ધરાવતી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસ્તી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાવે તેવી માંગ ઉઠાવી હતી .તે ઉપરાંત ગુજરાતમાં થયેલ હિન્દુ યૌધ્ધા કિશન ભરવાડની હત્યા, કાશ્મીરના હિન્દુ શરણાર્થીઓની પરિસ્થિતી તેમજ મણીપુરની ઘટના વિશે સરકારને આડેહાથ લીધી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, રામ મહેલ મંદિરના મહંત રાજેન્દ્રપ્રસાદજી, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી દેવીજી,મચ્છુમાની જગ્યાના મહંત ગાંડુ મહારાજ, માલાબેન રાવલ, રોહીતભાઈ દરજી, નરેન્દ્રભાઈ વ્યાસ, શશીકાંતભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, ડો.જે.જી. ગજેરા, નિર્મલસિંહ ખુમાણ, બાલ્કેશભાઈ રાઠોડ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી,વસંતભાઈ પટેલ, જયસુખભાઈ, રમેશભાઈ પુરોહીત, મનસુખભાઈ રૈયાણી,હિમંતભાઈ બોરડ, મજબુતસિંહ બસીયા, ચંદુભાઈ વાળા,વનરાજસિંહ ખેર, બીજલભાઈ રબારી, ભુપતભાઈ બારૈયા, યોગેન્દ્રસિંહ રાઠોડ સહીતના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ સહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી હતી. પ્રાંત બેઠકમાં વિવિધ પ્રખંડો, જીલ્લાઓ તેમજ તાલુકાઓના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન સહીતની વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા ડો. પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.