મોરબી:મોરબી જિલ્લામાં દિવાળીના સપરમાં દિવસોમાં મકનસર અને મિતાણા નજીક માર્ગ અકસ્માતની બે જુદી-જુદી ઘટનામાં બે યુવાનોના મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું. જાણવા મળ્યા મુજબ અકસ્માતની પહેલી ઘટનામાં મોરબીના મકનસર પાસે પાસે આવેલ ગોકુલનગરમાં રહેતો ચિરાગ અને તેનો મિત્ર મોટર સાઈકલ જીજે ૩ જેડી ૭૩૫૬ પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટર નંબર જીજે ૩ ડીડી ૮૩૮૧ સાથે અકસ્માત થતા ચિરાગનું મોત નીપજ્યું હતું અને તેના મિત્રને ઈજાઓ પહોચી હતી. જયારે બીજા બનાવામાં ટંકારા તાલુકાના મીતાણા ચોકડી પાસે રાત્રીના ટ્રેલર નં જીજે ૧૨ એટી ૮૧૧૧ પાર્ક કરેલ પડ્યું હતું ત્યારે પોતના મોટર સાઈકલ પર પસાર થતા મીતાણા ગામનો ભાવેશ નામનો યુવાન આ બંધ ટ્રેલર પાછળ ધુસી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.