મોરબી : મકનસર 108ની ટીમે 30 વર્ષના એક મહિલાનો જીવ બચાવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે ગત રાત્રે 10-55 મિનિટે 108 મકનસર લોકેશન પર કોલ મળ્યો હતો કે માટેલ રોડ પર રહેતા 30 વર્ષના ચનકી દેવી નામના મહિલાની તબિયત અત્યંત ખરાબ છે. કોઈ દવા ખાવાના કારણે બ્લિડિંગ ચાલુ થઈ ગયું હતું. આ કોલ મળતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડો. રૂદ્રેશ સરના માર્ગદર્શનથી ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાયલોટ રણજીતભાઈ વાઘેલાએ મહિલા દર્દીને સારવારમાં બ્લિડિંગ કંટ્રોલ કરી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે વાંકાનેર ખસેડ્યા હતા.